વ્હેલ માછલી ના બરચા ને દરિયા મા પરત મોકલવામા આવ્યુ.
રવિવારે બપોરે મોર ગામે દરિયામાં આવેલી ભરતીમાં વહેલ માછલીનું એક મોટું બચ્ચું તણાઇ આવ્યું હતું. ભરતીના પાણી ઓસરી જતાં તે કિનારા પર કાદવમાં ફ્સાયેલું હોવાનું માછીમારોએ જોયા બાદ ગામના યુવાનો સાથે મળી માછલીના બચ્ચાને બચાવી લેવાની પ્રાથમિક કોશિશ કરવામાં આવી હતી
. વહીવટી તંત્ર અને ખાનગી સંસ્થાઓ મદદ માટે મોડી રાત સુધી રેસક્યુંની કામગીરીના અંતે 24 કલાકની મહેનત બાદ બોટની મદદે ભરતીના પાણીમાં બચ્ચાને દરિયામાં પરત મોકલવાની સફળ કામગીરી કરાઇ હતી.