ઊંઝા : ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં સૌથી વધારે ખર્ચ કર્યો , જાણો ખર્ચના આંકડા

ઊંઝા : ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં સૌથી વધારે ખર્ચ કર્યો , જાણો ખર્ચના આંકડા

ભાજપના ઉમેદવારોનો 8.94 લાખ, આપ નો 7.09 લાખ અને કોંગ્રેસે 3.80 લાખ ખર્ચ દર્શાવ્યો.

ભાજપના ઉમેદવારનો સૌથી વધારે ખર્ચ

ભાજપના ઉમેદવાર છે કિરીટકુમાર કેશવલાલ પટેલ.

ભાજપના ઉમેદવાર કિરીટકુમાર કેશવલાલ પટેલ કરોડપતિ છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઊંઝા વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ મંગળવારે પ્રથમ અને બીજા તબક્કા સહિતનો કુલ થયેલ ખર્ચનો હિસાબ રજૂ કર્યો હતો . જેમાં ભાજપ એ સૌથી વધારે ખર્ચ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

કુલ ખર્ચના સંદર્ભે હાલમાં ભાજપે સૌથી વધુ  8,94,922 જ્યારે આમ આદમી પાટીએ સાતેક લાખ અને કોંગ્રેસે સૌથી ઓછો ખર્ચ ચારેક લાખ રૂપિયા જાહેર કર્યો છે.  પ્રથમ અને બીજા તબક્કામાં કોંગ્રેસના ઉમેદવારે સૌથી ઓછો રૂ .૩,૮૦,૦૮૩ ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો છે.