આજથી ગુજરાતની 11 યુનિ.ઓ હવે સરકાર હસ્તક : સ્ટુડનટ્સ પોલીટિક્સ ખતમ
15મી વિધાનસભાના ત્રીજા સત્ર એટલે કે ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ 2023 ગૃહમાં પસાર કર્યું હતું.ગુજરાતની 11 યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટીઝ બિલની જોગવાઈનો અમલ આજથી શરૂ. પબ્લિક યુનિવર્સિટીમાં કુલપતિની ટર્મ 5 વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે.
10 પબ્લિક યુનિવર્સિટીઓમાં રાજ્યપાલ રહેશે ચાન્સેલર
યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. બિલથી 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે. 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે. એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલરના પદે શુભાંગીની રાજે ગાયકવાડ રહેશે. યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત થશે. એક્સટર્નલ તરીકે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડિગ્રી આપી શકશે.
કઈ યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે?
- ગુજરાત યુનિવર્સિટી
- સરદાર પટેલ યુનિવર્સિટી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
- M.S.યુનિવર્સિટી
- ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
- ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
- ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી
આ એક્ટની મહત્વની જોગવાઈઓ
- યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે
- એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે
- યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
- આ એક્ટ દ્વારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે
- રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
- અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ
- યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
- યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે