ઊંઝા : ભાજપ, આપ અને કોંગ્રેસ પૈકી કયા ઉમેદવાર છે કરોડપતિ ? કોની પાસે છે કેટલી મિલકત? જાણો

ઊંઝા : ભાજપ, આપ અને કોંગ્રેસ પૈકી કયા ઉમેદવાર છે કરોડપતિ ? કોની પાસે છે કેટલી મિલકત? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરજસ્ત ત્રિકોણીયો જંગ જામ્યો છે જેમાં ભાજપે કિરીટકુમાર કેશવલાલ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે અરવિંદ પટેલને ટિકિટ આપી છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ સૌથી શિક્ષિત અને આધુનિક વિચારધારા ધરાવતા ઉર્વીશ પટેલને ટિકિટ આપી છે આમ આ બેઠક પર ત્રણેય પાટીદારો વચ્ચે જબરજસ્ત ત્રિકોણીયો જંગ જામ્યો છે.

આ ત્રણેય ઉમેદવારો પૈકી ભાજપના ઉમેદવાર કિરીટભાઈ કેશવલાલ પટેલ જેઓ સૌથી વધુ સંપત્તિ ધરાવે છે.ઊંઝાના ઉમેદવાર કિરીટ પટેલની પાસે 37.46 કરોડની સંપતિ છે.તેમની કુલ વાર્ષિક આવક 1,78,87,807 છે. જંગમ મિલકત 11,51,72,762જ્યારે સ્થાવર મિલકત 5,60,70,000 છે.જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ પટેલ ની જંગમ મિલકત 1,55,381 અને સ્થાવર મિલકત 5 લાખ છે.જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉર્વીશ પટેલની વાહન,સોનુ,ચાંદી અને બેન્ક સિલક મળી કુલ 30,57,842 છે જ્યારે જમીન કિંમત 24,00,000 છે.અર્થાત ત્રણેય ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌથી વધારે સંપત્તિ ધરાવતા હોવાનું સ્પષ્ટ થાય છે જેઓ કરોડપતિ ઉમેદવાર છે.

ઊંઝા બેઠક પર આ ત્રણેય ઉમેદવારો પાટીદાર ઉમેદવારો છે તો બીજી બાજુ ઊંઝા બેઠક પર પાટીદારોનું ભારે વર્ચસ્વ રહેલું છે અને ખાસ કરીને આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એ જ્યારે ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે ત્યારે હવે પાટીદારોના જ મતો આ ત્રણેય ઉમેદવારોની વચ્ચે વહેંચાઈ શકે છે. બીજી બાજુ ઉમેદવારો હાલમાં જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે ઊંઝા વિધાનસભા વિસ્તારના મતદાતાઓ કોના ઉપર પસંદગી છોડે છે તે જોવું રહ્યું !