ઊંઝા : 2019 માં ભાજપને હરાવવા મરણીયા પ્રયાસો કરનારાઓનો હવે ભાજપને જીતાડવા પાછળ કયો સ્વાર્થ છુપાયેલો છે? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ભાજપે ઊંઝામાં કિરીટકુમાર કેશવલાલ પટેલની ટિકિટ આપી છે. જેઓ આરએસએસ સંઘના ખૂબ જ જુના કાર્યકર છે અને એક બિન વિવાદી ચહેરો છે. ત્યારે કિરીટકુમાર કેશવલાલ પટેલ સામે કોઈપણ પ્રકારનો વિરોધ ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ 2019માં ભાજપને જ હરાવવા માટે ફાંફા મારનારા હવે કે.કે. પટેલ ને જીતાડવા ના દાવાઓ કરનારા ભાજપના નેતાઓ સામે ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં છુપી નારાજગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
....પરંતુ ભાજપના અસંતુષ્ટઓના અરમાન અધૂરા રહ્યા !
પ્રાપ્ત વિગતો અનુસાર 2019 માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરનાર ડો. આશાબેન પટેલને ભાજપે પેટા ચૂંટણીમાં ટીકીટ આપી હતી .જેને લઈને ભાજપના જ કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. તેથી તેઓ ડો. આશાબેન પટેલને હરાવવા માટે છૂપો તખતો ઘડતા હતા. એટલું જ નહીં કેટલાક ભાજપના દિગજજ નેતાઓ ભાજપના ડો. આશાબેન પટેલને હરાવી કોંગ્રેસને જીતાડવા માટે પણ મરણિયા પ્રયાસો કરી ચૂક્યા હતા. પરંતુ અંતે પેટા ચૂંટણીમાં ફરીથી ડો. આશાબેન પટેલ વિજેતા બન્યાં હતાં.
ચૂંટણી ભલે ધારાસભ્યની પણ ડોળો ઊંઝા APMC પર
જોકે એ સમયે ભાજપને હરાવવા નીકળેલા નેતાઓ હવે 2022 માં ભાજપના ઉમેદવાર કે કે પટેલને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા.બીજી બાજુ એપીએમસી એ ઊંઝાના રાજકારણમાં હંમેશા મુખ્ય કેન્દ્ર બિંદુ રહી છે. ત્યારે હવે કે કે પટેલ નું સમર્થન કરવા નીકળેલા ભાજપના કેટલાક નેતાઓની નજર ક્યાંક ને ક્યાંક ઊંઝા એપીએમસી પર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે માત્ર અને માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે વલખા મારતા અને સહાનુભૂતિ દાખવતા આવા નેતાઓથી ભાજપે સતત સતર્ક રહેવાની જરૂર છે.અન્યથા નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
કોંગ્રેસ નબળી, AAP ને જોરદાર સમર્થન
બીજી બાજુ વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા ઊંઝા વિધાનસભા બેઠક પર એક શિક્ષિત અને યુવાન ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા લોકોમાં આમ આદમી પાર્ટી માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જેનો બોલતો પુરાવો ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી આમ આદમી પાર્ટીની સભાઓ છે.જેમાં લોકો સ્વયંભૂ ઊમટી પડે છે. વળી કોંગ્રેસે નબળો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે.ત્યારે કદાચ ' બે ની લડાઈમાં ત્રીજો ફાવી જાય' તો પણ નવાઈ નહી !
ઊંઝા રાજકારણની ઇન્સાઇડ સ્ટોરી વધુ આવતા એપિસોડ માં..... વાંચતા રહો ડિજિટલ પ્લેટફોર્મ .....morningnewsfocus.com