ઊંઝા : આર.કે.ફાઉન્ડેશનના સહયોગથી ઉત્તર ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમ સિલેક્શન કેમ્પ યોજાયો, જુઓ વીડિયોમાં ક્રિકેટની એક ઝલક

ઊંઝા : આર.કે.ફાઉન્ડેશનના સહયોગથી ઉત્તર ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમ સિલેક્શન કેમ્પ યોજાયો, જુઓ વીડિયોમાં ક્રિકેટની એક ઝલક
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : આર.કે ફાઉન્ડેશન ઊંઝા નોડલ GWCA અને ગુજરાત વહીલચેર ક્રિકેટ એસોસિયેશન ટીમ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિન ના દિવસે ઊંઝા જીમખાના મેદાનમાં વહીલચેર ક્રિકેટ ટીમની સ્થાપના તેમજ ટીમ સિલેક્શન કેમ્પ યોજાયો હતો,જેનું ઉદ્ઘાટન સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલે કર્યું હતું. જેમાં ઉત્તર ગુજરાત માંથી આશરે 80 જેટલાં દિવ્યાંગ ભાઈ-બહેન ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
                                                                        આ પ્રસંગે ડો.આશાબેન પટેલે  જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગોને દિવ્યાંગ શબ્દથી સંબોધી ને તેમને ઉચ્ચ સન્માન આપ્યું છે ત્યારે દિવ્યાંગ ભાઈ બહેનો પણ તમામ ક્ષેત્રે આગળ વધે અને સન્માનપૂર્વક જીવન જીવે તે જરૂરી છે. આર.કે ફાઉન્ડેશન દ્વારા ઉત્તર ગુજરાત વહીલચેર ક્રિકેટ એસોસિયેશનની સ્થાપના તેમજ ક્રિકેટ ટીમની પસંદગી નું જે કાર્ય વિશ્વ વિકલાંગ દિવસે કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે.
                                                     આર.કે.ફાઉન્ડેશન ના સ્થાપક હિતેશભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ઉત્તર ગુજરાત માંથી પ્રથમ દિવ્યાંગ ભાઈ બહેનો માટે વહીલચેર ક્રિકેટ ટીમ સિલેક્શન થશે.જેમાં ભાઈઓ અને બહેનોની ટીમમાં 15-15 ખેલાડીઓની પસંદગી થશે. આજ રીતે કચ્છ, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત એમ ચાર ઝોન માંથી ચાર ટીમો ની પસંદગી થશે.તેમને કોચ દ્વારા ટ્રેનિંગ અપાશે.ત્યાર બાદ તેમાંથી ગુજરાતની એક વહીલચેર ક્રિકેટ ટીમ તૈયાર થશે.
                                                    જી.ડબ્લ્યુ.સી.એ.ના પ્રમુખ મનીષભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જેમ ગુજરાત માંથી એક વહીલચેર ક્રિકેટ ટીમ બનવા જઇ રહી છે એજ રીતે દરેક રાજ્યની એક વહીલચેર ક્રિકેટ ટીમ બનશે.આમ બધા રાજ્યોની વહીલચેર ક્રિકેટ ટિમો વચ્ચે આંતર રાજ્ય ક્રિકેટ સ્પર્ધા યોજાશે જેમાંથી એક નેશનલ વહીલચેર ક્રિકેટ ટીમ તૈયાર થશે. આ પ્રસંગે ઊંઝા એ.પી.એમ.સી.ના ચેરમેન દિનેશભાઇ પટેલ, રાધેશ્યામસીંગ તોમર, VP-GWCA, મનીષભાઈ પટેલ,પ્રમુખ GWCA અને હનુમાનજી ગોદારા, DD-GWCA ઉપસ્થિત રહ્યા હતા.
 
જુઓ વિડીયો….
<iframe width="696" height="392" src="https://www.youtube.com/embed/5Ubgl9m2Dis" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>