ગુજરાતની આ ' મીની ગોકુલધામ ' સોસાયટીમાં વસુધૈવ કુટુમ્બકમ ની થીમ પર ગરબા યોજાયા
સુરતના વેસુ - ભરથાણા માં આવેલ સુમન ભાર્ગવ સોસાયટી છે પ્રધાનમંત્રી આવાસ
સોસાયટીમાં વિવિધ રાજ્ય તેમજ પ્રાંતના લોકો રહે છે.
તમામ તહેવારોની હળી મળી ને ધામધૂમ પૂર્વક થાય છે ઉજવણી
સુરતની મીની ગોકુલધામ સોસાયટીમાં નવરાત્રી પર્વની ધામધૂપૂર્વક ઉજવણી
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ગુજરાતના સુરતની 'મીની ગોકુલધામ ' ગણાતી સુમન ભાર્ગવ સોસાયટીમાં નવરાત્રી પર્વ ની ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે.નવરાત્રી પર્વમાં સાતમા દિવસે વસુધૈવ કુટુમ્બકમ ની થીમ પર ગરબા કરવામાં આવ્યા હતા.
જેમાં ખેલૈયાઓએ વિવિધ વેશભૂષામાં ગરબા કર્યા હતા.'મીની ભારત ' ની ઝાંખી કરાવતા વેસુ - ભરથાણા ખાતે આવેલ સુમન ભાર્ગવ પ્રધાન મંત્રી આવાસમાં વિવિધ રાજ્યના લોકો ખૂબ જ ભાઈચારાની ભાવનાથી હળી મળી તમામ તહેવારો ની ઉજવણી કરે છે.
હાલમાં નવરાત્રી પર્વમાં સોસાયટીમાં ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે.ખેલૈયાઓ એ વસુધૈવ કુટુમ્બકમ ભાવનનાનો સંદેશ આપતી થીમ પર ગરબા કરી માં જગદંબા ની આરાધના કરી હતી.