ડાયમંડથી બનાવી 'ડાયમંડ બુર્સ'ની પ્રતિકૃતિ, નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવશે
Mnf network: પ્રધાનમંત્રી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે પ્રધાનમંત્રીના આગમન પહેલાં સુરતની એક કંપની દ્વારા ડાયમંડ બુર્સની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ અને પંચધાતુથી આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિ આવતીકાલે પ્રધાનમંત્રીને ભેટ આપવામાં આવશે.
સુરત શહેર ડાયમંડ સિટીના હુલામણા નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ત્યારે સુરત શહેરમાં ડાયમંડની અવનવી પ્રતિકૃતિઓ બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા ડાયમંડ બુર્સ ડાયમંડ અને પંચધાતુથી બનાવવામાં આવ્યું છે.
એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે ડાયમંડ બુર્સની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સની આ પ્રતિકૃતિ ભારતના વિવિધ રાજ્યના 35 જેટલા કારીગરો દ્વારા 60 દિવસની અથાગ મહેનતથી બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિમાં આશરે બે કિલોગ્રામ જેટલી પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ પ્રતિકૃતિની ફરતે આશરે 9000 જેટલા ડાયમંડ લગાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાને રાખીને આ પ્રતિકૃતિ ખાસ પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં આવશે તે સમયે તેમને આ પ્રતિકૃતિ ભેટ આપવામાં આવશે.
353 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ તેઓ વિશ્વની સૌથી મોટી એવી કોમર્શિયલ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે 45 સૌથી વધુ ઓફિસો આવેલી છે અને અમેરિકાના પેન્ટોગન કરતાં પણ મોટા આ કોમર્શિયલ બિલ્ડિંગ આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.