કેન્દ્ર સરકારે મહિલાઓને મજબૂત બનાવી : ગુજરાત સરકારે મહિલાઓને મૂર્ખ બનાવી !
રાજ્ય સરકારે મહિલાઓને હથેળીમાં ચાંદ બતાવ્યો
આગણવાડી વર્કરની સાડી આપવા 28 કરોડ ફાળવ્યા, એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નહીં
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : આંગણવાડીની બહેનોને સાડી આપવા માટે રાજ્ય સરકારે મોટાઉપાડે જાહેરાત કરી હતી.એટલુ જ નહી, આંગણવાડી બહેનો માટે સાડી ખરીદવા માટે સ૨કા૨ે વર્ષ ૨૦૨૧, ૨૦૨૨ અને વર્ષ ૨૩માં કુલ મળીને રૂા. ૨૭૧૦લાખની ફાળવણી કરી હતી. નવાઈની વાત એછેકે, સરકારે લાખો રૂપિયાની ફાળવણી તો કરી પણ કાણી પાઇ વાપરી નહી.
આંગણવાડી બહેનો માટે સાડી માટે જ નહીં, આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવા માટે પણ સરકારે એક પૈસો ખર્ચો નહીં. ટૂંકમાં, રાજ્ય સરકારે આંગણવાડી બહેનોને જાણે હથેળીમાં ચાંદ દેખાડ્યો છે.વિધાનસભામાં બજેટ વખતે મોટા ઉપાડે જાહેરાત કરાઇ પણ અમલના નામે શૂન્ય, બાળકોને યુનિફોર્મ પણ અપાયા નહીં
રાજ્યમાં આંગણવાડીની બહેનોને સાડી આપવા સરકારે જાહેરાત કરી હતી જેના ભાગરુપે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂા.૮૩૪.૦૬ લાખ, વર્ષ ૨૦૨૧- ૨૨માં ૮૩૦.૦૬ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂા.૧૦૪૨.૫૮ લાખ એમ કુલ મળીને રૂા.૨૭૧૦ લાખ ફાળવ્યા હતાં. ખુદ સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે એ વાત કબૂલી છે.
આ ત્રણ વર્ષ દરમિયાન કોરોના - ટેન્ડર પ્રક્રિયાનું બહાનુ ધરી ગ્રાન્ટ જ વાપરી નહી દર વર્ષે સાડી ખરીદવા ૮૦૦ લાખ ફાળવીને દેખાડો કરાયો. ટેન્ડર પ્રક્રિયાને કારણે ખરીદીમાં વિલંબ થયો છે. કાણીપાઇ વાપરવામાં આવી નથી. વિભાગ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છેકે, કોરોનાના કારણે સાડીને ખરીદી થઇ શકાઈ નથી.