મહાત્મા મંદિર ખાતે હ્યુમન રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું, વાઇબ્રન્ટના કાર્યક્રમની સંપૂર્ણ માહિતી રોબોટથી મેળવી શકો છો
Mnf network: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024ની આજથી શરૂઆત થઇ છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસ દરમિયાન વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ વિશેની માહિતી અને ક્યાં સ્થળ પર ક્યાં કાર્યક્રમ કે સેમિનાર યોજાઇ રહ્યો છે તેની જાણકારી માટે રોબોટ મુકવામાં આવ્યા છે.
આ રોબોટ સેમિનારની માહિતી ઉપરાંત ગાઇડનું પણ કામ કરે છે. મહાત્મા મંદિર ખાતે અલગ અલગ હોલમાં યોજાનાર સેમિનાર, સેમિનારનો વિષય, સેમિનારમાં વક્તા વિશેની માહિતી આ ઉપરાંત સેમિનાર ક્યાં હોલમાં યોજાઇ રહ્યો છે તેની માહિતી રોબોટ પુરી પાડે છે.
રોબોટમાં એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ફેમમાં સેલ્ફી માટેની ખાસ વ્યવસ્થા રોબોટમાં કરવામાં આવી છે. 3 સેકન્ડની અંદર સેલ્ફી પડી જાય છે આ ઉપરાંત તમારી સેલ્ફી રોબોટમાં આપેલા ફંકશનમાં ઇમેલ આઇડી ટાઇપ કરો તો તમને તમારો ફોટો મેઇલમાં મળી જાય છે.