સુરત પોલીસે પાંચ મુન્ના ભાઈ એમ.બી.બી.એસ ઝડપી પાડયા : દવાઓનો જથ્થો કર્યો જપ્ત
MNF NEWS NETWORK: સુરત પોલીસે બાતમીને આધારે પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસ ઝડપી પાડ્યા છે.સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોની સારવાર કરતાં પાંચ જેટલા ડૉક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે.જેઓ દર્દીઓને બાટલા ચઢાવવાની કામગીરી પણ બેફામ રીતે કરી રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ, સુરતમાં છેલ્લા ઘણાં સમયથી ઈચ્છાપોર પોલીસને દર્દીઓની ફરિયાદ મળી રહી હતી. કે મોરા ગામ ખાતે કેટલાંક બોગ્સ ડૉક્ટરો કાર્યરત છે. જેમાંથી કોઈની પણ પાસે ડિગ્રી સુધ્ધા નથી. છતાં તેઓ દર્દીઓનો ઈલાજ કરી રહ્યા હતા. જ્યારે આ માહિતીના આધારે ઇચ્છપોર પોલીસે મોરા ગામના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જયા હાજર તબીબ પાસેથી ડિગ્રી અંગે પુરાવા માંગ્યા હતા જો કે તેમની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હતી.
એટલું જ નહીં ગોવિંદા હલદાર, રમેશ મંડલ, ધીમન બિસ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલે જણાવ્યું કે તેમની પાસે કોઈ ડિગ્રી નથી. તેમજ તેમની પાસે તબીબ અંગે કોઈપણ પ્રકારની ડીગ્રી નથી. તેમ છતાં તેઓ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબીબ તરીકે સેવા આપતા હતા. તેમજ આ તમામ લોકો દર્દીઓને બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરી હતા.