Breaking: કોંગ્રેસના આ દીગજજ નેતાએ સી.આર.પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો
મો.ન્યુ.ફો.નેટવર્ક : લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસ નેતા હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે. હરેશ વસાવાની સાથે જ તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા હરેશ વસાવાએ સી.આર પાટીલ સાથે સુરતમાં બેઠક યોજી હતી. બેઠક બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.