ઊંઝા : રોટરી ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : 25 બોટલ રક્ત એકત્ર કરાયુ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ગાંઘી જયંતિ નિમીતે શહેરમાં જુદા જુદા ઠેકાણેે જુદા સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત રોટરી ક્લબ ઊંઝા દ્રારા રક્તદાન કેમ્પમાં ૨૫ યુનિટ બોટલ રકતદાન એક્ત કરવામાં આવ્યું.
ઊંઝા વોલેન્ટરી બલ્ડ બેંક ખાતે ૨-૧૦-૨૦૨૩ ગાંઘી જયંતિ નિમીતે રોટરી ક્લબ ઊંઝા દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું. એ.બી. જવેલ્સ્ અમદાવાદના સહયોગથી દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.