ઊંઝા : નગરપાલિકાને વિવાદોમાં રાખવાનો પ્રયાસ કરનાર નેતા સામે શિસ્તભંગને લઈ મોટા સમાચાર, જાણો ધારાસભ્યએ શુ કહ્યું

ઊંઝા : નગરપાલિકાને વિવાદોમાં રાખવાનો પ્રયાસ કરનાર નેતા સામે શિસ્તભંગને લઈ મોટા સમાચાર, જાણો ધારાસભ્યએ શુ કહ્યું

શહેર ભાજપ ઉપ પ્રમુખે કોના ઈશારે કરી અરજી ? 

પોલ અંગે વિગતો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું શહેર ભાજપ ઉપ પ્રમુખનું નિવેદન મીડિયામાં છપાતાં ભાજપમાં તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ

મીડિયામાં અહેવાલો પ્રગટ થતાં ભાજપની ઇમેજને ધક્કો

સંગઠન ના કેટલાક લોકો કોના ઈશારે ભાજપ શાસિત સંસ્થાઓને બદનામ કરવાનો કરી રહ્યા છે પ્રયાસ ? 

કાર્યકરોમાં ભારે નારાજગી

મામલો પ્રદેશ સુધી પહોંચે તેવી વકી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : સમય અગાઉ ઊંઝા હાઇવે પર ડો.બાબા સાહેબ ની પ્રતિમા પાસે નિર્માણ કરાયેલ 30.5 મીટર ઊંચાઈના રાષ્ટ્રધ્વજ ના પોલને લઈ ને નગર પાલિકા વિવાદમાં  ઊંઝા શહેર ભાજપ ઉપપ્રમુખ જયંતીલાલ હરગોવિંદદાસ પટેલે ( કાર્યકર ) ઝંપલાવ્યું હતું. જેને લઈને ભાજપમાં અંદરો અંદર વિવાદ શરૂ થયો હતો. ત્યારે હવે નગરપાલિકા પાસે ખર્ચનો હિસાબ માગનાર ભાજપના નેતા સામે શિસ્ત ભંગની કાર્યવાહીના પગલા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

સમગ્ર ઘટના અંગે ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સાથે ટેલીફોનિક વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે , ભાજપ શાસિત નગરપાલિકા પાસે ખર્ચનો હિસાબ માગનાર ભાજપ શહેર ઉપપ્રમુખ ની વિગતોનો અહેવાલ મીડિયામાં જાહેર થતાં ક્યાંક ને ક્યાંક પક્ષની ઈમેજને ધક્કો પહોંચ્યો છે. જેની તમામ વિગતો એકત્ર કરીને જિલ્લા પ્રમુખને  ફરિયાદ મોકલવામાં આવી છે. ત્યારે આ અંગે મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાલમાં અમદાવાદ હોઇ આ અંગે તેમને ખાસ માહિતી ઉપલબ્ધ નથી, તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના કાર્યાલય ઉપર બધી વિગતો પહોંચી હોય તો તે અંગે માહિતી મેળવી આગળની કાર્યવાહી કરશે.

જોકે નગરપાલિકા પાસે હિસાબ માંગનાર ભાજપના નેતા ઊંઝા ધારાસભ્ય ની ચૂંટણીમાં પણ વર્તમાન ધારાસભ્યના કાર્યાલયમાં કારોબાર સંભાળતા હોવાની ચર્ચાઓ જાગી છે.એટલું જ નહીં વર્તમાન ધારાસભ્ય ની ઓફિસમાં તેમની બેઠક હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ તમામ વિગતો થી શુ ધારાસભ્ય અજાણ હશે ? આ અંગે વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરતા મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા ના ધારાસભ્ય કે.કે પટેલ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, શહેર ઉપપ્રમુખે આ રીતે પત્ર લખીને વિગતો માગવાને બદલે જો તેમને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય તો તેમણે સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ પરંતુ આ રીતે પત્ર લખીને તેમણે સમગ્ર મામલો મીડિયામાં ચર્ચાસ્પદ બનાવ્યો છે તે યોગ્ય નથી.