Breaking: ઊંઝામાં એકાએક વરસાદ પડતાં લગ્ન સમારંભમાં અફરા તફરી નો માહોલ સર્જાયો, જુઓ તસવીરો
વરસાદને કારણે કેટલાક જાનૈયાઓ ભોજન કરવા પણ રોકાયા નહિ
મંડપ માં પાણી પડતાં ભારે હાલાકી
આકસ્મિક વરસાદથી આયોજન બગડ્યું
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નમેણમાતા ખાતે નાના 12 સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 જેટલા નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ચાલુ લગ્ન સમારંભ દરમિયાન વરસાદ પડતા જાનૈયાઓમાં અફડા તફડી મચી ગઈ હતી. લગ્ન સમારંભના રંગ માં ભંગ પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા શહેરમાં દુધલીની દેશ પાસે આવેલ નમેણ માતાના મંદિરમાં નાના બારગોળ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 જેટલા નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. એક બાજુ દીકરીઓને વિદાય આપવાનો પ્રસંગ ચાલુ હતો અને બીજી બાજુ જમણવારનો પ્રસંગ ચાલુ હતો ત્યારે એકાએક વરસાદ પડતા ની સાથે જ ભારે અફરા તફડી મચી ગઈ હતી. જોકે સમગ્ર મંડપ વરસાદને કારણે ભીંજાઈ ગયો હતો. થોડોક સમય માટે સંપૂર્ણ વ્યવસ્થા ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જુઓ તસવીરો....