ચાલુ દાયકામાં ઓઈલની માગ ટોચ બનાવી દેશે

ચાલુ દાયકામાં ઓઈલની માગ ટોચ બનાવી દેશે

Mnf network:  ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે તેના વાર્ષિક મધ્યમથી લાંબા ગાળા માટે ઓઈલની માગનો અંદાજ વધાર્યો હતો. તેણે નોંધ્યું હતું કે વધતી માગને પહોંચી વળવા માટે 14 ટ્રિલીયન ડોલરના રોકાણની જરૂરિયાત છે. રિન્યૂએબલ ફ્યુઅલના વપરાશમાં વૃદ્ધિ તથા વધુ ઈલેક્ટ્રીક કાર્સના વપરાશ છતાં ઓઈલની માગ વધી રહી છે એમ તેનું કહેવું હતું.

જોકે, આ આગાહી ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કરેલી આગાહીથી વિરોધાભાસ દર્શાવતી હતી. ઓપેકે 2023 વર્લ્ડ ઓઈલ આઉટલૂક રજૂ કર્યો હતો. ઓઈલના વપરાશમાં એક દાયકા કે તેથી વધુની વૃદ્ધિ ઓપેકને મજબૂતી પૂરી પાડશે. ઓપેકના 13 સભ્યો ઓઈલની આવક પર નિર્ભર છે. ગ્રૂપના જણાવ્યા મુજબ ઓઈલ એ એનર્જી ટ્રાન્ઝિશનનો એક હિસ્સો હોવો જોઈએ. તેણે કેટલીક સરકારો અને કંપનીઓ તરફ્થી ફેસ્સિલ ફ્યુઅલ્સના વપરાશને ઓછો કરવાની ગતિને ધીમી પાડવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો.