Exclusive : ઊંઝા નગરપાલિકાના ભાજપના 19 કોર્પોરેટરોના સંયુક્ત વાયરલ ફોટોનું શુ છે સત્ય ? જાણો

Exclusive :  ઊંઝા નગરપાલિકાના ભાજપના 19 કોર્પોરેટરોના સંયુક્ત વાયરલ ફોટોનું શુ છે સત્ય ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :   ઊંઝા નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે આ વખતે પહેલીવાર પાતળી બહુમતી પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જ્યો છે. ભાજપે 36 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી 19 બેઠકો પર ભાજપની જીત થઈ તો સામે પક્ષે કામદાર પેનલે પણ 36 માંથી 15 બેઠકો જીતી છે.તો વળી બે બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.જેમાં ભાવેશ પટેલે સૌથી ઓછો ચૂંટણી ખર્ચ કરી અપક્ષ માંથી જીત હાંસલ કરી નવો ઇતિહાસ સર્જ્યો હતો.

બીજી બાજુ ભાજપને 19 બેઠકો પર જીત પ્રાપ્ત થતા પાતળી બહુમતી પ્રાપ્ત થઈ,જેને લઈ ભાજપે પોતાના 19 કોર્પોરેટરોને અજ્ઞાત સ્થળે કેમ્પ માં મોકલી દીધા હતા. કારણ કે જો આ 19 કોર્પોરેટરોને કોઈ તોડજોડ થાય તો ભાજપની મહેનત પર પાણી ફરી વળે.તેથી ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે અને શહેર કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ(HH) એ સંપૂર્ણ બાગડોર સાંભળી લેતાં પોતાની રાજકીય કુનેહ મુજબ, જીતેલા ઉમેદવારોને કેમ્પમાં મોકલ્યા.તો બીજી બાજુ વિરોધીઓએ એવી હવા ફેલાવવાનું શરૂ કર્યુ કે ભાજપના 19 કોર્પોરેટરો ફૂટફાટ પડી છે.

તો વળી, વિરોધીઓને હાથ હેઠા પડે એ માટે ગઈકાલે ભાજપના 19 કોર્પોરેટરો ભાજપ સાથે અડીખમ હોવાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. મળતી માહિતી મુજબ, ભાજપના આ 19 કોર્પોરેટરો ભાજપ સાથે અડીખમ છે અને આગામી 17 મી માર્ચના રોજ નગરપાલિકામાં પ્રમુખ- ઉપ પ્રમુખની વરણી થશે એ દિવસે કોર્પોરેટરોને કેમ્પ માંથી સીધા નગરપાલિકા લાવવામાં આવશે.આમ ઇતિહાસમાં પહેલીવાર ઊંઝા નગર પાલિકામાં ભાજપની બહુમતી સાથે બોડી બેસશે.