મોદી સરકારના અચ્છે દિન ? ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો : કોમર્શિયલમાં 95 અને ઘરેલુમાં 25 વધ્યા

મોદી સરકારના અચ્છે દિન ? ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો : કોમર્શિયલમાં 95 અને ઘરેલુમાં 25 વધ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  મોદી સરકારે ચૂંટણી દરમિયાન લોકોને અચ્છે દિનના બોખલા વચનો આપ્યા હતા. જે વચનો તો પૂર્ણ ન થયા પરંતુ પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરમાં થતા ભાવ વધારાને લઇને લોકોમાં ભારે નારાજગી છે છતા પણ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ગુજરાતમાં લોકોએ ભાજપને બહુમતી આપી છે. ત્યારે હવે વધુ એકવાર ફરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાને લઈને સોશિયલ મીડિયામાં ટીકાઓનો મારો શરૂ થયો છે.


ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો


ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.798ની જગ્યાએ રૂ. 823માં મળશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો
કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે રૂ. 1530ની જગ્યાએ રૂ. 1625માં મળશે.

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજથી લાગૂ

ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 225 રૂપિયાનો વધારો

ફેબ્રુઆરીમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વાર થયો વધારો

4 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

15 ફેબ્રુઆરીએ ફરી ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.

25 ફેબ્રુઆરીએ ત્રીજી વાર 25 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો.

ડિસેમ્બરમાં પણ બે વાર વધ્યા ભાવ.

ડિસેમ્બરમાં બે વાર 50-50 રૂપિયાનો વધારો નોંધાયો હતો