IPO Listing: આ બે કંપનીના IPOનું રહ્યું શાનદાર લિસ્ટિંગ,રોકાણકારોની થઈ ગઈ ચાંદી જ ચાંદી

IPO Listing: આ બે કંપનીના IPOનું રહ્યું શાનદાર લિસ્ટિંગ,રોકાણકારોની થઈ ગઈ ચાંદી જ ચાંદી

Mnf networ:  (21 સપ્ટેમ્બર) શેરબજારમાં ભલે કડાકો બોલ્યો પરંતુ આઈપીઓમાં રોકાણ કરનારા માટે સારા સમાચાર આવ્યા. આ બન્ને શેરમાં શાનદાર લિસ્ટિંગ જોવા મળ્યું હતું. જેના કારણે રોકાણકારોને સારો એવો નફો મળ્યો હતો. આ શેર BSE પર રૂ. 281.55ના ભાવે લિસ્ટેડ છે. જ્યારે ઈશ્યુની કિંમત પ્રતિ શેર રૂ.211 હતી. તેનો અર્થ એ કે શેર લિસ્ટ થતાંની સાથે જ રોકાણકારોએ 33.5% નો જંગી નફો કર્યો છે.

શેર NSE પર રૂ. 282.05 પર લિસ્ટેડ છે. IPO છેલ્લા દિવસે 76.21 ગણો ભરાઈને બંધ થયો હતો. આ માટે ઈશ્યુ પ્રાઇસ 211 રૂપિયા હતી. કંપનીએ IPO દ્વારા રૂ. 321 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી, જેમાં OFS રૂ. 175 કરોડ હતી. 

EMS Ltd IPO

8 થી 12 સપ્ટેમ્બર સુધી ખુલ્યો

ઈશ્યૂ પ્રાઈઝ: ₹211/શેર

લોટ સાઈઝ: 70 શેર

ઈશ્યુનું કદ: ₹321.24 કરોડ

OFS: ₹175 કરોડ

ન્યૂનતમ રોકાણ: ₹14770

Meson Valves લિસ્ટિંગ

 BSE SME પર મેસન વુલ્વ્ઝના શેર્સને 90 ટકાના પ્રિમિયમ સાથે રૂ. 193.80 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા, જ્યારે તેની ઈશ્યૂ પ્રાઈઝ 102 રુપિયા હતા.

IPOમાં, કંપનીએ રિટેલ રોકાણકારો અને બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 47.44% શેર અનામત રાખ્યા હતા.