મહિલા દર્દી નગર સેવકના પગમાં પડવા ગયા અને સર્જાય ભાવુક દૃશ્યો, કહ્યું, " સગા દીકરાની જેમ મારી સેવા કરી છે ", જુઓ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : કોરોનાની મહામારી માં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ અને વરાછા સહિત અનેક ઠેકાણે covid કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને ઓક્સિજનયુક્ત સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના આ કોવિડ કેર સેન્ટરોમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ સતત કાર્યરત રહેતી હોય છે જેને પરિણામે દર્દીઓની હાલતમાં દિનપ્રતિદિન સુધારો આવે છે અને દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના ઘરે પાછા ફરે છે
સુરત નાના વરાછા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં આમ આદમી પાર્ટીના નગરસેવક મહેશભાઈ અણઘણ અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં આવું જ એક સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં શરૂઆતમાં 36 બેડની વ્યવસ્થા હતી ત્યાં હાલમાં 56 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથે ઓક્સિજન ની પણ વ્યવસ્થા છે અને છ થી સાત જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ અહીં સતત સેવા આપી રહી છે.
આ કોવિડ કેર સેન્ટરમાં આશરે 270 જેટલા દર્દીઓએ લાભ લીધો છે. જેમાં 73 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. હાલમાં અહીં 30 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.ત્યારે તાજેતરમાં જ એક હૃદયને સ્પર્શી જાય તેવો કિસ્સો બન્યો હતો. જેમાં એક પ્રૌઢ વયના મહિલા દર્દી સેન્ટરમાં અપાતી સારવાર થી સાજા થઈને પોતાના ઘરે પાછા ફરતી વખતે નગરસેવક સામે ભાવુક બની ગયા હતા અને નગર સેવક મહેશભાઈ અણઘણ ના પગમાં પડવા ગયા ત્યાંજ નગર સેવકે તેમને એક દીકરાની જેમ સંભાળ્યા હતા અને એક છોડ અર્પણ કર્યા હતો.તેમણે મહેશભાઈને આશીર્વાદ આપતાં કહ્યું કે, 'સગા દીકરા ની જેમ મારી સેવા કરી છે.'
વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો....