Breaking ઊંઝા : “મોર્નિંગ ન્યુઝ ફોકસ”ના અહેવાલ બાદ ઊંઝા હાઇવે પર ટૂંક સમયમાં દિશાસૂચક બોર્ડ લગાવાશે — તંત્ર સક્રિય થયું

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : “મોર્નિંગ ન્યુઝ ફોકસ” અખબાર ની ઑફિશિયલ વેબસાઇટ morningnewsfocus.com પર પ્રસિધ્ધ થયેલ સમાચાર “ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે દિશા સૂચક બોર્ડના અભાવે અકસ્માતની સંભાવના” વિષયક ન્યૂઝ સંદર્ભે સ્ટેટ રોડ પ્રોજેક્ટ ના અધિકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અહીં દિશાસૂચક બોર્ડ લગાવી દેવામાં આવશે.
સ્ટેટ રોડ પ્રોજેક્ટના અધિકારી મૌલિક પટેલે જણાવ્યું હતું કે " આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે. શહેર તરફ જતા માર્ગને અલગ પાડવા માટે નવા બોર્ડ ટૂંક સમયમાં લગાડી દેવામાં આવશે."
આ નિર્ણય બાદ હાઇવે પરથી પસાર થનારા વાહનચાલકોને હવે સાચી દિશાની માહિતી મળશે અને અકસ્માતની શક્યતા ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક નાગરિકોએ “મોર્નિંગ ન્યુઝ ફોકસ”ના પ્રયાસોની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે “આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચિત હતો, પરંતુ હવે મીડિયા રિપોર્ટ બાદ તંત્ર સક્રિય થયું તે આનંદની વાત છે."