શાળાઓમાં કોરોનાના સંક્રમણ કેસને લઈ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું ?

શાળાઓમાં  કોરોનાના સંક્રમણ કેસને લઈ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 24 કલાકમાં 555 કોરોનાના કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રાજ્યમાં 482 દર્દીઓ સાજા થયા જ્યારે રાજ્યમાં કુલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને રાજ્યમા કોરોનાના 3212 એક્ટીવ કેસ છે. 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મોત થયુ છે.જો કે, રાજ્યમાં કોરોના કેસ વધતા શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયુ છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યુ છે.
                                                                                       શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, જે બાળકો સંક્રમિત થાય તેમને સારવારની વ્યવસ્થા કરાઇ છે. તમામ શાળાઓને SOPના અમલ માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ એકબીજાના સતત સંપર્કમાં છે અને કોરોના સંક્રમણ શૂન્ય થાય એવા અમારા પ્રયાસ રહેશે.
                                           
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ફાયર NOC વિનાની શાળાઓ અંગે જણાવ્યું હતુ કે, NOC આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા NOC આપવાની કામગીરી શરૂ કરાઇ છે. શિક્ષણ વિભાગ પણ બાળકોની સલામતી અંગે ગંભીર છે. હાઇકોર્ટના આદેશનું સખતપણે પાલન કરીશું.