સુરત : અડાજણ ખાતે એલ.પી.સવાણી વિદ્યાભવનમાં શિક્ષક દિન ઉજવાયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : આજે પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. સમગ્ર શાળાઓમાં આજે શિક્ષક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આજે શિક્ષકની ભૂમિકા ભજવતા હોય છે અને એક શિક્ષક તરીકેનું કાર્ય કેટલું અર્થસભર છે અને સમાજલક્ષી છે તેનો અહેસાસ કરતા હોય છે.
ત્યારે આજે સુરતના અડાજણ ખાતે આવેલી એલ પી સવાણી વિદ્યાભવન સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .જેમાં વિદ્યાર્થીઓ એ શાળાના આચાર્યથી લઈને સેવક સુધીની ભૂમિકા નિભાવી હતી હતી. આ ઉપરાંત શાળાના જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયના શિક્ષકો બન્યા હતા અને સમગ્ર દિવસ દરમિયાન આ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. જો કે શિક્ષક બનનાર વિદ્યાર્થીઓએ સુખદ અનુભવ વ્યક્ત કર્યા હતા અને તેમણે એ વાતની પ્રતીતિ કરી હતી કે "શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ ".