ઊંઝા APMC દ્વારા મૃતકોના પરિવારજનોને ₹. 1 લાખ આર્થિક સહાયના ચેક અર્પણ કરાયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા એપીએમસી દ્વારા તાજેતરમાં આકસ્મિક મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના વરદ હસ્તે રૂપિયા એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
તા. ૨૧/૧૨/૨૦૨૨ ના રોજ ભુણાવ ગામના વતની સ્વ. અશોકભાઈ વીરાભાઇ પટેલનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.
તા. ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ કહોડા ગામના વતની સ્વ. હસમુખભાઈ નરોત્તમભાઇ પટેલનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.
તા. ૩૦/૧૨/૨૦૨૨ ના રોજ કહોડા ગામના વતની સ્વ. ભરતજી વિરસંગજી ઠાકોરનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.