સરકારી સ્કૂલોમાં બુરખા પર ક્યાં મુકાયો પ્રતિબંધ ? 5 તબીબો બન્યા ડેન્ગ્યૂનો શિકાર
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ફ્રાન્સે સરકારી સ્કૂલોમાં છોકરીઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રી ગેબ્રિયલ એટોલે ટીવી ચેનલ TF1ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે સરકારી સ્કૂલોમાં બુરખો પહેરવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે જ્યારે તમે ક્લાસરૂમમાં જાઓ છો, ત્યારે તમારી ધાર્મિક ઓળખ તમે પહેરેલા કપડાં પરથી નક્કી થવી જોઈએ નહીં. આ પગલું ફ્રેન્ચ સ્કૂલોમાં બુરખો પહેરવા અંગે મહિનાઓ સુધી ચાલેલી ચર્ચા પછી આવ્યું છે, જ્યાં મહિલાઓને લાંબા સમયથી હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે.
બ્રિટનમાં અટવાયા મુસાફરો....
બ્રિટનમાં એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થતા વિમાનોના પૈડા થંભી ગયા, હજારો મુસાફરો અટવાયા છે.બ્રિટનમાં એર ટ્રાફિક ઠપ્પ થયાના અહેવાલ બાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બ્રિટને તેના તમામ એરપોર્ટ પર એર ટ્રાફિક બંધ કરી દીધો છે. જેના પગલે હવાઈ મુસાફરો અટવાયા છે. બ્રિટને તમામ ફ્લાઈટો બંધ કરવાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું છે.
લ્યો બોલો ! તબીબો જ ખુદ બીમાર
બરોડા મેડિકલ કેલેજની યુ.જી હોસ્ટેલમાં મચ્છરોના ઉપદ્રવના કારણે 5 તબીબને ડેન્ગ્યુ થયો છે. જ્યારે 25થી વધુ તબીબોને તાવ અને ટાયફોડની અસર છે. હોસ્ટેલ પરિસરમાં ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળો વકરતાં તબીબો પણ ઝપેટમાં આવ્યા છે.