ભાજપને હંફાવવા AAP નો માસ્ટર ટ્રોક : બેચરાજી સીટ પર AAP નું ડોર ટુ ડોર મિશન

ભાજપને હંફાવવા AAP નો માસ્ટર ટ્રોક : બેચરાજી સીટ પર AAP નું ડોર ટુ ડોર મિશન

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે દિન પ્રતિદિન મજબૂત બની રહી છે, જેને લઈને સતત ભાજપનું ટેન્શન વધી રહ્યું છે. જોકે ભાજપ અને કોંગ્રેસને પછાડવા માટે આમ આદમી પાર્ટી એ વિધાનસભા ચૂંટણી માટે એક નવી રીત અપનાવી છે. જે અનુસંધાને ચૂંટણીના સમય પૂર્વે જ વિવિધ વિધાનસભા સીટ પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા ભાજપ અને કોંગ્રેસ હવે મૂંઝવણમાં મુકાઇ રહ્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરતા જ ઉમેદવારોએ પોતપોતાના વિધાનસભા ક્ષેત્રમાં ઝંઝાવાતી  પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર બની રહી હોય તેવું ચર્ચા રહ્યું છે.ત્યારે બહુચરાજી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ સાગરભાઇ રબારીને મેદાનમાં ઉતાર્યા છે . સાગરભાઇ રબારી દ્વારા પોતાના વિધાનસભા મત ક્ષેત્રમાં ઝંઝાવવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

બહુચરાજી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી ના પ્રચાર કાર્યમાં જોડાયેલ મહેસાણાના આમ આદમી પાર્ટીના નેતા જીગ્નેશભાઈ પટેલ જણાવે છે કે બહુચરાજી વિધાનસભામાં કુલ ૧૨૪ ગામ તેમજ 7 પરા વિસ્તાર આવેલા છે .જેમાં આશરે 2.91 લાખ જેટલા મતદારોનો સમાવેશ થાય છે .જે પૈકી પટેલ અને ઠાકોર સમાજનું ભારે વર્ચસ્વ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે ,જેને લોકોમાંથી બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. મતદારો દ્વારા પ્રાપ્ત થતા પ્રતિસાદને લઈને આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત હોવાનું આપના નેતાઓ માની રહ્યા છે.