ટોલ ચૂકવ્યા પછી રસીદ સાચવી રાખો થશે ઘણા લાભ

ટોલ ચૂકવ્યા પછી રસીદ સાચવી રાખો થશે ઘણા લાભ

Mnf network: જ્યારે તમે ટોલબૂથ પર મળેલી રસીદને ધ્યાનથી જોશો, ત્યારે તમે જોશો કે તેની આગળ અને પાછળ ચાર ફોન નંબર લખેલા છે. આ નંબરો હેલ્પલાઈન નંબરો છે. તમને આ રસીદો પર હેલ્પલાઇન, ક્રેન સેવા, પેટ્રોલ સેવા અને એમ્બ્યુલન્સ સેવાના નંબરો મળશે. તમે આ નંબરોનો ઉપયોગ કરીને કોઈપણ પરિસ્થિતિમાં મદદ માટે પૂછી શકો છો.

આ તમામ નંબરો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે અને જો તમે આ નંબરો ઓનલાઈન મેળવવા ઈચ્છો છો તો તમે તેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પરથી પણ મેળવી શકો .

 જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હોવ અને તમને કોઈ અકસ્માત થાય અથવા કોઈની કાર તમારી સામે અકસ્માતનો ભોગ બને તો તમે તરત જ હાઈવે પર લગાવેલા SOS બીટ બોક્સની મદદ લઈ શકો છો