ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ઘટ્યો : ગાત્રો થીજવી દે તેવી ઠંડી : જુઓ વિડીયો

ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડતાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડી લોકોએ તાપણાં નો સહારો લીધો

ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ઘટ્યો : ગાત્રો થીજવી દે તેવી ઠંડી : જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ : ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પરિણામે સરહદી વિસ્તાર ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. બર્ફીલા ઠંડા પવનોને કારણે સમગ્ર ઉત્તર ગુજરાત ઠંડુગાર બની ગયું છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ક્યાંક ઘરમાં રહેવાનું પસંદ કરે છે તો તાપણા નો સહારો લેતા જોવા મળ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ઉત્તર ગુજરાતના ડીસામાં ગઈકાલે ગુરૂવારે 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે ભેજનું પ્રમાણ 65 ટકા તો વળી પવનની ગતિ 6 કિમિ પ્રતિ કલાક નોંધાઈ હતી.વાદળછાયુ વાતાવરણ વિખરાઈ જતાં એકાએક ઠંડીનું મોજુ ફરી વળ્યું જેની અસર સીધી જનજીવન પર જોવા મળી હતી.

જુઓ વિડીયો.....

https://youtu.be/EG-VxJ99-SI