પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં થઈ રહેલ ઘટાડા પાછળ નું કારણ શું ?

પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં થઈ રહેલ ઘટાડા પાછળ નું કારણ શું ?

શુક્રાણુઓની સંખ્યાનો સીધો સંબંધ પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલો છે.

અમેરિકાના ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરુષો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જેઓ જંકફૂડ વધારે ખાય છે તેમના શુક્રાણુઓની ગુણવત્તા બહુ કમજોર હોય છે.

જેમના શરીરમાં ઓમેગા-3 ફેટી ઍસિડ પર્યાપ્ત માત્રામાં હોય છે તેમના શુક્રાણુઓની ગુણવત્તા વધારે સારી હોય છે. આ ઍસિડ માછલી અને વનસ્પતિઓના તેલમાંથી મળી આવે છે.

આ સ્ટડી અનુસાર જે વધારે ચરબી ખાય છે તેના સ્પર્મ કાઉન્ટ 43 ટકા ઓછા હોય છે અને શુક્રાણુની સઘનતા પણ ઓછી હોય છે.કેટલાંક સંશોધનોમાં તો એમ પણ કહેવાયું છે કે જો સ્પર્મ કાઉન્ટમાં આવી રહેલો ઘટાડો અટક્યો નહીં તો માણસ એક દુર્લભ પ્રજાતિમાં સામેલ થઈ જશે.જ્યારે એક પુરુષના વીર્યમાં પાંચ કરોડથી પંદર કરોડ સુધી શુક્રાણુની સંખ્યા હોય છે તો તે મહિલાઓની ફલોપીઅન ટ્યૂબ તાત્કાલિન તરવા લાગે છે.

કેટલાક અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે ઉત્તર અમેરિકા, યૂરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડના પુરુષોમાં છેલ્લાં 40 વર્ષોમાં બહુ ઓછા સમયમાં શુક્રાણુઓની સંખ્યા અડધી થઈ ગઈ હતી.