Breaking : કોરોનાના વધતા જતા કેસોને લઈ Dy. CM નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યના મહાનગરોમાં માઠી દશા બેઠી હોય તેમ કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વધતા કેસને પગલે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 5 હજાર નજીક પહોંચી ગઈ છે. ત્યારે આજે DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે.
છેલ્લા એક દિવસની વાત કરીએ તો ગુજરાતમાં 890 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત અને અમદાવાદના છે. સુરતમાં એક દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 209 કેસ નોંધાયા છે.આ તરફ રાજકોટમાં 95 અને વડોદરામાં 93 કેસ નોંધાયા છે..સુરતમાં સ્કૂલોમાં કોરોના કેસ સામે આવ્યા છે. ગઈકાલે 37 વિદ્યાર્થી-શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનના કેસ જોવા મળી રહ્યા છે. ગઈકાલે 2200થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોનું ટેસ્ટિંગ કરાયું હતું. અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સુરતમાં ગઈકાલે 262 કોરોના કેસ નોંધાયા છે.