6 મહાનગર પાલિકાઓમાં નિરસ મતદાન : શુ પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ ભાજપના થશે વળતા પાણી ?

6 મહાનગર પાલિકાઓમાં નિરસ મતદાન : શુ પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ ભાજપના થશે વળતા પાણી ?
ઓછું મતદાન થતા ભાજપની ચિંતા વધી...સી.આર.પાટીલના પેજ પ્રમુખ દ્વારા  મતદાતાઓને બુથ સુધી લઈ જવાના દાવાઓની હવા નીકળી ગઈ..
પાટીલના ગઢમાં જ ભાજપ ભયમાં...AAP ગેલમાં....કોંગ્રેસ સુષુપ્ત
ઓછું મતદાન ક્યાંકને ક્યાંક સરકાર સામેની નારાજગી  તો નથી સૂચવતું ને ?
ખેડૂત આંદોલન, માસ્ક ના નામે ઉઘાડી લૂંટ, પેટ્રોલ- ડિઝલનો ભાવવધારો તેમજ રાંધણ ગેસના વધતા ભાવ ને લઈ  મતદાતાઓમાં  રહેલી નારાજગી થી  ભાજપને થઈ શકે છે મોટું નુકસાન.
પંજાબ બાદ ગુજરાતમાં પણ ભાજપના થશે વળતા પાણી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની 575 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. તમામ 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.
                                                                                          ગુજરાતમાં ભાજપના સંગઠનમાં પ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂંક કરાઇ છે. જે તે વિસ્તારની મતદારયાદી એટલે કે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલી મહત્વની યાદીના એક એક પેજ પર પ્રમુખોની નિમણૂંક કરવામાં આવે છે. જેની શરૂઆત ભાજપે કરી હતી. ઉલ્લેખનીય છે કે આ એક પેજમાં 30 મતદાતાઓના નામ હોય છે. આ 30 મતદાતા સાથે પેજ પ્રમુખ સીધો સંપર્ક કરી શકે છે. જેથી ચૂંટણી આવે ત્યારે લાખો પેજ પ્રમુખો મતદાતા સાથે સંપર્કમાં હોય છે. મતદાતા સાથે સાથે તેઓ તેમના આગેવાનના પણ સંપર્કમાં હોય છે. આવી રીતે મત મેળવવાનો અને મતદારોને રિઝવવાનો સીધો પ્રયાસ પેજપ્રમુખો કરતા હોય છે. પરંતુ આ ચૂંટણીમાં પેજ પ્રમુખો મતદાતાઓને મતદાન સુધી લઈ જવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા હોય તેવું લાગે છે.
                                                                                             મતદારો નારાજ છે અને આ નારાજગીનું કારણ પણ આપણે જાણીએ છીએ. કે કોરોનાના સમયમાં સરકારે માસ્કના નામે, સોશિયલ ડિસ્ટન્સના નામે, તહેવારના નામે લોકોને દંડ્યા છે, પોલીસે લોકો પર દંડા વરસાવ્યા છે. જ્યારે બીજી તરફ નેતાઓએ મનફાવે તેમ રેલીઓ અને સભાના નામે તાયફા કર્યા. ત્યાં પોલીસ અને સરકાર બંને મોન રહી. જોકે હાલના માહોલ પ્રમાણે, તો ક્યાંકને ક્યાંક મતદારો અને તેમાં પણ ખાસ કરીને યુવાનો નેતાઓથી નારાજ જણાઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, મતદારોની આ નારાજગી આગામી કોઈ પરિવર્તન લાવે છે કે નહીં?